બટાટાના કંદ પર રોગની કઠણ કાળી પેશીઓ સ્વરૂપે જોવા મળે છે જે માટી ચોંટેલ હોય તેવું જણાય છે પરંતુ જો પાણીથી ધોવામાં આવે તો કાળા રંગના ચાઠાં સ્પષ્ટ દેખાઈ આવે છે. આ રોગ કંદ પર જોવા મળતો હોવાથી બટાટાની ગુણવત્તા ખૂબ જ ઘટી જાય છે અને બજારભાવ ઓછા મળે છે.

નિયંત્રણ: 

• આ રોગ બીજજન્ય હોઈ બિયારણ મારફતે ફેલાય છે તે એક વખત જમીનમાં દાખલ થયા પછી જમીનજન્ય બને છે. જેથી બિયારણ લાવતી વખતે કંદ પર આ રોગના ચિન્હો દેખાતા હોય તો એવું બિયારણ ન લેતાં તંદુરસ્ત કંદની પસંદગી કરવી. 

ઉપદ્રવ લાગેલ પ્લોટમાં ચોમાસામાં શણ, મગ કે ચોળીનો લીલો પડવાશ કરવો તેમજ ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીન તપાવવી. 

ઉપદ્રવ લાગેલ પ્લોટમાં પ્રતિ વર્ષે બટાટાનો પાક ન લેતાં પાકની ફેરબદલી તરીકે રજકાનો કે રજકા બાજરીનો પાક લેવો. 

રોગિષ્ટ પ્લોટમાં બટાટાને ટૂંકા ગાળે પિયતા આપી જમીન ભેજવાળી રાખવી. 

ખાત્રીવાળુ રોગમુક્ત બિયારણ વાપરવું અથવા પોતાના તૈયાર કરેલ શુદ્ધ બીજનો ઉપયોગ કરવો. 

બિયારણ વાવતાં પહેલાં અને આગળના વર્ષે ખેતરમાં આ રોગ આવેલ હોય તો આખા કંદ સંપૂર્ણ રીતે બોરીક એસીડના ૨ ટકાના દ્રાવણનો છંટકાવ કર્યા પછી ટ્રાયકોડર્મા વીરીડી ૮ કિ.ગ્રા. પ્રતિ હેકટર મુજબ માવજત આપી સાંજના સમયે વાવેતર કરવું અથવા 

બિયારણ વાવતા પહેલા આખા કંદને પેન્સીકયુરોન ૦.૨૫ ટકા (૨૫ મિ.લિ./૧૦ લિટર પાણી) ના દ્રાવણમાં ૧૦ મીનીટ સુધી બોળી રાખી પછી વાવેતર કરવું.