ખેતીમાં કયારે શું પરિસ્થિતિ આવે તેનું નક્કેિ નથી કારણ કે ટમેટાના બઝારમાં ૨૫ થી ૩૦ રૂપિયા ભાવ હોય અને ખેડૂતોને પ થી ૬ રૂપિયા મળે છે. ડુંગળીના સારા ભાવ મળશે તેમ માનીને આપણે ખેતી કરીએ અને આપણો માલ બઝારમાં આવે આવે ત્યાં ૩૦૦ થી ૭૦૦નો ભાવ હતો તે ઘટીને ૧૦૦ રૂપિયા થઇ જાય. કપાસના એક મણ પેદા કરવાનો ખર્ચ કેટલો થાય ઈ તો કોક ખેડૂતને જઈને પૂછો તો ખરા ! જેટલામાં પડતર થાય તેટલામાં જ બઝારમાં કપાસ ખપતો હોય તો ખેતી કેમ ટકશે? આવી અણધડ વેચાણ વ્યવસ્થા હોય તો આપણી ખેતીનું શું થાશે ? ખેતીમાં બદલાવ અને મુલ્યવૃદ્ધિ કરવાનો સમય આવી ગયો છે. ખેતી ખર્ચ ઘટાડવો પડશે અને તે માટે હિશાબ રાખવાની ટેવ પાડવી પડશે. સરકારે ટેકાનાભાવ ઉંચા કરવા પડશે. નવા પાકો જે ખેતીમાં લાવવા પડશે. સંયુક્ત રીતે ખેતી કરવી પડશે.