ખેડૂત વર્ગમાં કેટલીક એવી માન્યતાઓ પ્રવર્તે છે કે જેને વખોડી કાઢતા પહેલા આધુનીક વિજ્ઞાનના એરણ પર મુકીને ચકાસવી જોઈએ. આધુનિક વિજ્ઞાન કોઈપણ ક્ષેત્રે આગળ વધી ચુક્યું છે ત્યારે ગામડામાં ખેડૂતભાઈઓ પોતાની રૂઢિગત માન્યતાઓ અને વર્ષોના અનુભવોને આધારે ખાસ કરીને હવામાન અને વરસાદની આગાહી કરતા હોય છે. આધુનિક હવામાન શાસ્ત્ર સાથે આ પરંપરાગત આગાહીઓની પધ્ધતિની સરખામણી કરવામાં આવે  છે. આપણે ત્યાં આજે રૂઢિગત વર્ષા વિજ્ઞાન પર સંશોધન થઈ રહ્યું છે અને ખેડૂતોમાં વર્ષોના અનુભવી આંકડા પરથી તથ્યોની તારવણી કરાઈ રહી છે. 

Image result for INDIAN FARMER RAIN