બોર્ડો પેસ્ટ બનાવવા માટે ૧ કિલોગ્રામ મોરથુથુ, ૧ કિલોગ્રામ ચુનો અને ૧૦ લિટર પાણીની જરૂર પડે. આ પ્રમાણ મુજબ જેટલો જથ્થો જોઈએ તેટલો જ ગણીને બનાવી શકાય. ઉપર જણાવેલ રીત મુજબ બનાવવું. આ દ્રાવણમાં પણ ચપ્પુ બોળતા કાટ લાગે છે કે નહીં તે જોવું. જો કાટ લાગે તો બીજો ચુનો ઓગાળી તેમાં ઉમેરવો. ઉપર પ્રમાણે બનાવેલી બોર્ડો પેસ્ટને ઝાડના કાપેલા થડ કે ડાળીઓ ઉપર બ્રશની મદદથી લગાડી શકાય. બોર્ડો મિશ્રણ કે બોર્ડો પેસ્ટ બનાવ્યા પછી લાંબા સમય સુધી રાખી મુકવા નહીં.

સામાન્ય સુચનોઃ-

૧. મોરથુથુનું દ્રાવણ બનાવવા માટે ધાતુના વાસણો વાપરવા નહીં.

૨. ચાલુ વરસાદમાં બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવો નહીં.

૩. ખૂબ જ ગરમીમાં બોર્કો મિશ્રણનો ઉપયોગ કરવો નહીં. ૪. બોર્ડો મિશ્રણને બીજી ખેત પેદાશો સાથે મિશ્રકરીને વાપરવું નહીં.

https://krushivigyan.com/2024/11/bordopest-2/