પાકની ફેરબદલી કરવી : એક જ જમીનમાં દરેક વર્ષે એક જ પ્રકારનો પાક લેવામાં આવે તો તે જમીનમાં અમુક ચોક્કસ પ્રકારના પોષકતત્તોનું પ્રમાણ ઘટી જાય છે. દા.ત. ધાન્ય પાકોને કઠોળ વગના પાકો કરતાં વધારે પ્રમાણમાં નાઈટ્રોજન તત્ત્વની જરૂરિયાત હોય છે, દરેક વર્ષ જો એક જ જમીનમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામા આવે તો તેમાં નાઈટ્રોજન તત્ત્વની ઉણપ ઊભી થાય છે. તો આપણે જમીનની ફળદ્રુપ્તા જાળવવી હોય તો પાકની ફેરબદલી પાકોનું વાવેતર કરવામાં આવે તો તે જમીનમાં નાઈટ્રોજન તત્વોનું પ્રમાણ વધારે છે. કારણ કે કઠોળ વગના પાકોની મૂળગંડિકામાં રહેલા બેક્ટેરીયા હવામાંથી નાઈટ્રોજન તત્ત્વનું સ્થાપન કરતા હોય છે. તો આ રીતે સંકલિત ઉપાયો યોજવામાં આવે તો જમીનની ફળટ્ઠુપતાની જાળવણી થઈ શકે છે.

https://krushivigyan.com/2024/12/cropexchange/