જમીન પર ઉગાડવામાં આવતા કોઈ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ, ફુલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦ પોષક તત્વો આવશ્યક છે. જે પુરતા અને સમતોલ પ્રમાણમાં પાકને મળવા અત્યંત જરૂરી છે. તેની જરૂરીયાતની માત્રા અલગ અલગ હોય છે. જરૂરીયાતના જથ્થાના આધારે પોષક તત્વોનાં ત્રણ વિભાગ પાડવામાં આવે છે.
મુખ્ય તત્વો : નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ કે જેની પાકને વધુ જથ્થામાં જરૂર પડે છે.
ગૌણ તત્વો : કેલ્શીયમ, મેગ્નેશીયમ અને ગંધકની મુખ્ય તત્વોના પ્રમાણમાં ઓછા જથ્થામાં જરૂર પડેછે અને
સુક્ષ્મ તત્વો : જેવા કે લોહ, જસત, મેગેંનીઝ, તાંબુ, બોરોન વિ. આ બધા તત્વો સામાન્ય રીતે ખુબ જ અલ્પ જથ્થામાં જરૂરી છે. આ બધા પોષક તત્વો પાક દ્વારા જમીનમાંથી અવશોષણ થતા હોય છે.
આ ઉપરાંત, કાર્બન, હાઈડ્રોજન અને ઓકસીજન કે જે ખૂબ જ વધુ જથ્થામાં જરૂરી છે અને છોડ/પાકના બંધારણમાં ૮૫ થી ૯૨ ટકા સુધી રહેલા છે. કુદરતની મહેરથી આ ત્રણે તત્વો પાણી અને હવામાંથી છોડ સીધા મેળવી લે છે.
Social Plugin