* ઉત્તર ગુજરાતની પરિસ્થિતિમાં પિયત ઘઉંમ નીંદણ નિયંત્રણ માટે ૨, ૪-ડી સોડિયમ સોલ્ટ હેકટરે ૦.૯૬ કિ.ગ્રા. મુજબ ઘઉંના વાવેતર બાદ ૩૦ થી ૩૫ દિવસે છાંટવું. જો આ શક્ય ન હોય તો હાથથી બે વખત નીંદામણ કરી પાકને નીંદણમુક્ત રાખવો.
* મધ્ય ગુજરાત ખેત હવામાન વિસ્તાર (ખેત આબોહવા પરિસ્થિતિ-૨)માં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંનુ વધુ ઉત્પાદન મેળવવા પાકને વાવણી બાદ શરૂઆતના ૩૦ દિવસ સુધી નીંદણમુક્ત રાખવાની સલાહ છે.
* મધ્ય ગુજરાત વિસ્તાર (ખેતી-આબોહવા પરિસ્થિતિ-૨)માં ઘઉંનુ વાવેતર કરતા ખેડૂતોને આ પાકમાં જ્યાં ‘ ચિલ-બલાડો’ નામના પ્રમાણ સવિશેષ છે, ત્યાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ માટે ૨,૪-ડી ( સોડિયમ અથવા એસ્ટર) હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા, મુજબ વાવણી બાદ ૩૦ દિવસે છંટકાવ કરવાની સલાહ છે પરંતુ જ્યાં પહોળા પાન અને ઘાસ વર્ગના નીંદણોનો પ્રશ્ન હોય ત્યાં પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૦.૫૦ થી ૧.૦ કિ.ગ્રા. મુજબ પ્રિ ઈમરજન્સ તરીકે છંટકાવ કરવો. જમીનના ઉપરના સ્તરમાં ભેજ હોવો જરૂરી છે.
વધુમાં જો મજૂરો લભ્ય હોય તો વાવણીબાદ ૩૦ દિવસે એક વખત હાથકરબડી અથવા એક વખત હાથ વડે નીંદામણ કરવું.
* પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. મુજબ પ્રિ-ઇમરજન્સ છંટકાવ કરવો અને પાકની વાવણી પછી ૩૦ થી ૩૫ દિવસે એક વખત હાથ વડે નીંદામણ કરવું.
* ઉત્તર ગુજરાત ખેત આબોહવા વિભાગ-૪ માં વરાપે અથવા કોરાટે વાવણી કરેલ ઘઉંમાં અસરકારક અને પોષણક્ષમ નીંદણ નિયંત્રણ માટે મેટસલ્ફ્યુરોન મીથાઇલ ૪ ગ્રામ/હે. પ્રમાણે ૪૦૦ લીટર પાણીમાં ઓગાળી વાવણી પછી ૨૫ દિવસે છાંટવાની ભલામણ કરવામાં આવે છે.
https://krushivigyan.com/2024/11/weed-in-wheat/
Social Plugin