ટોમેટો કોન્ફરન્સ

આપણે ત્યાં હજુ ખેતીને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ મળ્યો નથી ખેડૂતો નવી નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ ને સમજવા અને શીખવા કોન્ફરન્સ કે મિટિંગમાં પૈસા ખર્ચીને જતા નથી. આપણે ત્યાં કૃષિ મેળામાં બધા જાય છે પરંતુ વિગતે ચર્ચા કરવા રોકાતા નથી એને બદલે લિટરેચર, ડાયરી અને થેલી લેવા જાય છે તાજેતરમાં મોરોકકોમાં ત્રીજી વર્લ્ડ ટોમેટો કોન્ફરન્સ યોજાઈ ગઈ તેમાં બીજ, જંતુનાશક, ગ્રીનહાઉસ, એઆઈ , કોકોપીટ, ગ્રો બેગ, રોગ જાણકારી કીટ, મિત્ર કીટકો, પાક સંરક્ષણ, જુદા જુદા સ્વાદ અને આકારના ટમેટા, ફર્ટિલાઇઝર, મધમાખી, બ્રીડરો, વેપારીઓ, કંપનીઓ અને આધુનિક યુવાન ખેડૂતોએ આ કોન્ફરન્સમાં ભાગ લીધો આપણે ત્યાં આવી ટેકનોલોજી અને સમજણ અને આવી નફાકારક ખેતી ક્યારે થશે ?

https://krushivigyan.com/2024/11/krushitech-tomato-conferance/