સોયાબીનમાંથી વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવામાં આવે છે, જેમ કે સંપૂર્ણ સોયા લોટ, સોયાદૂધ, સોયા પનીર (ટોફૂ), સોયા દહીં, સોયા શ્રીખંડ, સોયા આઈસક્રીમ, સોયાનટ, સોયાપૌંઆ તથા બેકરી આઈટમ વગેરે. ઉત્તમ પ્રોટીનના સ્ત્રોત સમાન સોયાબીનનો દૈનિક વિવિધ આહારમાં ઉપયોગ થઈ શકે તે હેતુ સંપૂર્ણ સોયાલોટ પણ બનાવી શકાય છે.