અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી તેની પરાગરજ પર ક્રાયસોપા અને દાળીયા નભે છે અને આવા મોલોભક્ષી કીટકોની વસ્તી વધતી હોવાનું જણાયેલ છે.