મકાઇને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. મનુષ્ય અને પશુ આહારમાં તેમજ મરઘાં બતકાંના ખોરાકમાં એક આગવું સ્થાન ધરાવે છે. મકાઈમાંથી ઘણી બધી ઔધોગિક વસ્તુઓ પણ બને છે.બીમાર માણસને આપવામાં આવતું ગ્લુકોઝ પણ મકાઈમાંથી બને છે.મકાઈ લીલા ડોડા માટે, ધાણી, શાકભાજી (બેબીકોર્ન), તેલ અને ઇથેનોલ માટે ઉપયોગી છે.