કઠોળ વર્ગમાં જાેઈએ તો જુદા-જુદા પ્રકારના કઠોળમાં પ્રોટીનની માત્રા અંદાજે ર૦ ટકા જેટલી હોય છે. સોયાબીન એક એવો પાક છે, જેમાં પ્રોટીનની માત્રા ૪૦ ટકા એટલે કે, કઠોળ કરતાં લગભગ બમણી છે. ૧૦૦ ગ્રામ સોયાબીનમાંથી જે પ્રોટીન મળે છે, તે લિટર દૂધ અથવા ૩૦૦ ગ્રામ ઈંડા અથવા રપ૦ ગ્રામ માંસમાંથી મળતી પ્રોટીનની માત્રા બરાબર છે. […]