મોટા ભાગની ખેત પેદાશોના માર્કેટિંગમા ખેડૂત અને ગ્રાહક વચ્ચે ઘણી સંસ્થા, વ્યક્તિઓ જોડાયેલ હોય છે. ખેત પેદાશ જ્યારે ખેડૂતથી અંતિમ ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધીમા કમિશન એજન્ટ, બ્રોકર, દલાલ અને જથ્થાબંધ વેપારી વગેરેના હાથોથી પસાર થાય છે. આ દરમ્યાન ખેત પેદાશમાં વિવિધ ખર્ચ અને વચેટિયાઓનો નફો વધતા, ખેત પેદાશોના અંતિમ મૂલ્યમા પણ વધારો થાય […]