ફળમાખીની કોશેટા અવસ્થા જમીનમાં ૫સાર થતી હોવાથી ઝાડની ફરતે અવાર-નવાર ખેડ અથવા ગોડ કરવાથી કોશેટાનો નાશ થાય છે.  વેલાવાળા શાકભાજીમાં ક્યૂલ્યૂરયુકત પ્લાયવૂડ બ્લોક ધરાવતા ટ્રેપ હેકટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા.  વેલાવાળા શાકભાજીમાં ફળમાખીને આકર્ષી નાશ કરવા વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરવો. વિષ પ્રલોભિકા બનાવવા માટે આગલા દિવસે ૭૦૦ ગ્રામ ગોળ ૧૫ લિટર પાણીમાં ઓગાળવો. […]