ગરમીનું પ્રમાણ વધુ હોય તે સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે ખેતરના ક્ચારા પ્રમાણે ૨પ માઇક્રોનની (૧૦૦ ગેઝની) એલ.એલ.ડી.પી.ઈ પારદર્શીપ્લાસ્ટિક શીટને જમીન પર પાથરી હવાચુસ્ત રહે એ માટે પ્લાસ્ટિકની ખુલ્લી ધારોને નાની ખાઈ બનાવીને જમીનમાં દાબી દેવી. જો ટપક સિંચાઈની વ્યવસ્થા […]