ઘણી વખત જમીનમાં લોહતત્ત્વની ઉણપને લીધે મગફ્ળીના પાકમાં પીળાશ દેખાય ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફૂલ) ઓગાળી તેનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ચોમાસુ મગફ્ળીનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત ૦.૨% બોરીક એસિડ અથવા ૦.૨% નેનો બોરોન (૨૦. […]