ભીંડાના છોડમાં તડતડિયાંનું અસરકારક નિયંત્રણ કરવા માટે વર્ટીસીલીયમ લેકાની નામની ફગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે ૧૦ દિવસના આંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. પાકનાં વૃઘ્ધિકાળ દરમ્યાન જયારે ઉપદ્રવ વધારે જણાય ત્યારે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨પ ડબ્લ્યુજી ૬ ગ્રામ અથવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી […]