પરંતુ કોઈક વાર કોલીયોપ્ટેરા અને લેપીડોપ્ટેરા શ્રેણીના કોટકોના કોશેટાનું પરજીવીકરણ કરે છે. તે ગુલાબી ઈયળ, કાબરી ઈયળ, લીલી ઈયળનું પરજીવીકરણ કરે છે. માદા યજમાન કીટકની ઈયળને શોધી તેને કાયમી કે કામચલાઉ ધોરણે લકવાગ્રસ્ત કરે છે. તેની ઈયળ જૂથમાં જોવા મળે છે. માદ નાની પાંખો વગરની, સ્પર્શકો ૧૨ અને લંબાયેલા માથાવાળા હોય છે.