એકવીસમી સદીનો યુગ ઝડપી બની ગયો છે. મોટર અને મોટરસાયકલ આવી ગયા છે. ભલે ચાર પાંચ કિલોમીટર દૂર ખેતરવાડી હોય. સીમનો મારગ દશ મિનિટમાં વળોટીને ખેતરે પહોંચી જવાય. સવાર હોય કે સાંજ એ જ ઝડપે ગામથી ખેતર અને ખેતરથી ગામ. આકાશ સામે જોવાનો સમય ક્યાં છે ? એવું માની ન લેવું ગામડા ગામમાં રહેતા હોઈએ અને ખેતી કરતાં હોઈએ તો આપણી પાસે સમય જ સમય છે. શહેરમાં અને બીજી દુનિયામાં ઘણાં એવા નોકરી – વ્યવસાય છે કે ની પાસે અન્ય બાબતો માટૅ સમયનો સદંતર અભાવ હોય છે. આપણી દુનિયા તો નિરાંતની છે અને પ્રકૃતિના ખોળે સમય વિતાવવાનો છે. એ કુદરત સાથે વાતો કરતાં કરતાં કૃષિ વ્યવસાય કરવાનો છે એટલે આકાશ સામે જોવાનો સમય પૂરતો મળી રહે છે.

Estimated reading time: 1 minute

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ