લીંબુ વર્ગના ફળઝાડના પાકોમાં જમીનમાં જસત તત્ત્વની ઉણપને લીધે પાનની નસો લીલી રહે છે, પરંતુ બે નસો વચ્ચેનો ભાગ પીળા રંગનો જોવા મળે છે. ખેડૂતો તેને ‘પીળીયા’ રોગથી ઓળખે છે. તે માટે ૧૦ લિટર પાણીમાં ૫૦ ગ્રામ ઝીંક સલ્ફેટ ઓગાળી ૩૦ દિવસના અંતરે ૩ છંટકાવ કરવાની ખેડૂતોને સલાહ આપવામાં આવે છે. ઘણી વખત પાણીની ખેંચ પડવાથી કે બોરોન તત્ત્વની ઉણપને લીધે લીંબુના ફ્ળ ઝાડ પર જ ફાટી જતા હોય છે. બોરોન તત્ત્વની ઉણપ નિવારવા ૧૦ લિટર પાણીમાં ૫૦ ગ્રામ બોરેક્ષ પાઉડર ઓગાળીને વર્ષમાં ૨ થી ૩ વખત છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.