લ્યો બોલો રોજ રોજ નવા નવા સમાચાર આવે છે આજે આ તો સમાચાર બનાવવાની ફેકટરીના સમાચાર છે. આજકાલ ફલાણાએ ટ્વીટર ઉપર ટ્વીટ કર્યુંને સમાચાર બનતા હોય છે, આ ટૂંકું ટચુકડા સમાચાર બનાવતા ટવીટરને થોડા દિવસથી પરસેવે રેબઝેબ છે, બહુ ઝાઝા ટ્વીટ થવા મંડ્યાને, બ્લુ ટીક વાળા ઝાઝું બધું લખવા મંડ્યા એવું કઈ નથી, આ ટ્વીટર વિશ્વના સૌથી મોટા ધનવાન ટેસ્લા ગાડીવાળા એલન મસ્કે લીધું છે પણ થોડા દિવસથી ફેસબુક વાળા માર્ક ઝુંબરકરે ટ્વીટર જેવું પોતાની નવી એપ થ્રેડ મૂકી તો પહેલીજ કલાકમાં ટ્વીટર મેક પડતુંને દસ મિલિયન લોકોએ થ્રેડ જોઈન કર્યું, તમે જો ઇન્સ્ટાગ્રામના મેંબર હો તો તમે થ્રેડ ડાઉનલોડ કરી લોગ ઈન કરશો તો સીધું તમને પૂછસે તમારા ઇન્સ્ટાગ્રામ સાથે થ્રેડને જોડી દવ? જમાનો ક્યારે કોનો, બદલી જાય તે કઈ નક્કી નહિ! આવી ટેક્નોલોજી આવી રહી છે ભાઈઓ, કદમથી કદમ મિલાવતા રહેજો.