અલનીનો હોય કે લા નેનો આપણે વાવાજોડા રૂપે કુદરતનો પ્રેમ વર્ષે છે આ લખાય છે ત્યારે પણ સર્વત્ર સારા વરસાદની આગાહી છે. મરચીના રોપમાં પાણી ફરી જતા ફેર રોપ કરવો પડે તેવી સ્થિતિ છે, કપાસ અને મગફળીમાં થોડું નુકશાન થયાના સમાચાર છે પણ વરસાદ અને પાણી આપણા માટે વરદાન હોવાથી આપણે તે પણ ખમી લેશું. આપણા પાકને તેના સારા વિકાસમાટે 16 તત્વોની જરૂર હોય છે તેમાંથી પાણી, ઓક્સિજન અને કાર્બન કુદરત આપે છે. વિકાસમાં મહત્વમાં મુખ્ય તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે જયારે ગૌણ તત્વો કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર છે . શુક્ષ્મ તત્વો બોરોન, ઝીંક અને ફેરસ જેવા 7 તત્વોની જરૂર પડે છે તેનીમાત્રા ભલે ગ્રામ કે મિલીગ્રામમાં હોય પરંતુ શુક્ષ્મ તત્વો ખુબજ જરૂરી છે. જો તમારી પાસે ડ્રિપ હોય તો ડ્રિપ દવારા અપાતા ખાતરો વધુ ફાયદો આપી શકે અને સાથે સાથે ઉપરથી છાંટવાના સૌથી વધુ લાભ અપાવે છે તે યાદ રાખજો