દાંડીની લંબાઈ, ફૂલના ગાળાની લંબાઈ અને ફૂલની ગુણવત્તા પ્રમાણે કરી તેના બંડલ બનાવી
(આશરે ૧૦ અથવા ૧૨ દાંડી) નીચેના ભાગો ભીના છાપાના કાગળમાં વીંટાળવા જોઈએ. આ બંડલને પોચા, સફેદ ટિસ્યુ પેપર કે પોલીથીલીનમાં વીંટાળવા જોઈએ. ફૂલવાળો ભાગ ઉપર તરફ રહે તે રીતે બંડલ બનાવી રેલ્વે અથવા રોડ ટ્રાન્સપોર્ટ મારફત બજારમાં મોકલી શકાય છે.
છૂટાં ફૂલને દૂરના બજારમાં મુકતા પહેલા પાંચ સેકન્ડ ૪% (૪૦ ગ્રામ બોરિક એસિડ એક લિટર મધ્યમ ગરમ પાણીમાં ઓગાળવું તેને આસપાસના તાપમાને ઠંડુ કરવું)ના દ્રાવણમાં ડુબાડીને પછી ટોપલીઓમાં અથવા કેળના પાનમાં ભરી દૂરના બજારમાં મોકલી શકાય છે જેથી તે ૨૪ કલાક સુધી એવા ને એવા રહે છે.