કઠોળ વર્ગમાં જાેઈએ તો જુદા-જુદા પ્રકારના કઠોળમાં પ્રોટીનની માત્રા અંદાજે ર૦ ટકા જેટલી હોય છે. સોયાબીન એક એવો પાક છે, જેમાં પ્રોટીનની માત્રા ૪૦ ટકા એટલે કે, કઠોળ કરતાં લગભગ બમણી છે. ૧૦૦ ગ્રામ સોયાબીનમાંથી જે પ્રોટીન મળે છે, તે લિટર દૂધ અથવા ૩૦૦ ગ્રામ ઈંડા અથવા રપ૦ ગ્રામ માંસમાંથી મળતી પ્રોટીનની માત્રા બરાબર છે. આજના બજાર ભાવ પ્રમાણે જાેઈએ તો સોયાબીનમાંથી ૧ કિ.ગ્રા. પ્રોટીન મેળવવા માટે રૂા. ૧પ૦ નો ખર્ચ કરવા પડે છે. જયારે આટલું જ અન્ય સ્ત્રોત દ્વારા મેળવવા રૂા. ૩પ૦ થી લઈને રૂા. ૧ર૦૦ સુધીનો ખર્ચ કરવો પડે છે.