ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે જમીનની ફળદ્રુપતાને હાનિ પહોંચાડ્યા વગર એકમ વિસ્તારમાં શક્ય તેટલા વધુ ઝાડ સમાવવા કે જેથી એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવી શકાય. ઉદાહરણ તરીકે ૧૦ મી. બાઈ ૧૦ મી. રોપણી અંતરે એક હેક્ટરે ૧૦૦ ઝાડ સમાય જ્યારે ૫ ટ ૫ મીટર રોપણી અંતરે એક હેક્ટરે ૪૦૦ અને ૫ બાઈ ૩ મીટરે એક હેક્ટરે ૬૬૬ છોડ સમાવી શકાય.