બાયોલોજિક એટલે જીવંત માઈક્રોબ્ઝ જે જમીનમાં રહીને ઉપયોગી બને છે, જમીનને જીવંત રાખે છે આ માઈક્રોબ્ઝ એટલે માઈક્રોઓર્ગેનીઝ્મ કે જેમા ઉપયોગી બેક્ટેરિયાને ઉપયોગી ફૂગ હોય છે. દા.ત. ફોસ્ફરસ સોલ્યુબલ બેક્ટેરિયા જમીનના કણો સાથે ચોટી ગયેલ અને છોડને અલભ્ય થતો ફોસ્ફરસ રીલીઝ કરીને છોડને મળે તેવા સ્વરૂપે લભ્ય બનાવે છે આ પ્રક્રિયા દરમ્યાન કે કેટાયન સ્વરૂપે કેલ્શિયમ, એલ્યુમિનિયમ અને ઝીંક પણ મૂળ પ્રદેશમાં લભ્ય બનતો હોય છે.