કેરી

ફળ પાકોનો રાજા એટલે કેરી, તમામ ભાષાઓની માતા સંસ્કૃતમાં કેરીને આમ્ર તરીકે ઓળખવામાં આવે છે. કેરી વિશ્વના ઉષ્ણ કટિબંધીય અને સમતોશીષ્ણ કટિબંધીય પ્રદેશોમાં સૌથી લોકપ્રિય ફળોમાંનું એક છે. દુનિયામાં આ એક જ એવું ફળ છે, જેને લોકો મણમાં ખરીદતા હોય છે. બજારમાંથી કાચી અને પાકી બંને કેરી ખરીદવામાં આવતી હોય છે. આંબાનો ઉપયોગ મુખ્યત્વે ખોરાક, બળતણ અને પશુના ચારા તરીકે પણ થાય છે અને તે વિશ્વભરના લાખો લોકો માટે આવકનો સ્ત્રોત છે. કેરીને અગાઉ મુખ્યત્વે એશિયન આર્થિક પાક માનવામાં આવતું હતું, પરંતુ તે હવે વિશ્વના અન્ય ભાગોમાં નોંધપાત્ર પાક બની રહ્યું છે, મેક્સિકો વિશ્વનો અગ્રણી કેરી નિકાસકાર છે, જે દેશના કુલ ઉત્પાદનના આશરે ૧૭% જેટલો હિસ્સો ધરાવે છે. વિશ્વભરના ઉષ્ણ કટિબંધીય, અર્ધ-શુષ્ક અને ઉષ્ણ કટિબંધીય પ્રદેશોમાં રહેતા લાખો લોકો માટે કેરીના પોષકતત્વો અને કેટલાક દુર્લભ બાયોએક્ટિવ સંયોજનોનો સમૃદ્ધ સ્ત્રોત પણ છે.