કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે સાથે ઉત્પાદકતા અને ગુણવત્તા પણ જાળવી રાખે.

જમીન/વરસાદ/સિંચાઈ પ્રમાણે યોગ્ય જાત અને એકમ વિસ્તારમાં કેટલા છોડ વાવી શકાય તે પ્રમાણે જાતની પસંદગી કરવી.

ન્યૂનતમ અથવા શૂન્ય મોનોપોડિયાં (પ્રથમ ડાળી જેના પર જીંડવા ના બેસે તેને મોનોપોડિયાં કેહવાય

ટૂંકી સિમ્પોડિયા (મુખ્ય થડમાંથી સીધી જીંડવા વાળી ડાળીયો)

વહેલી પરિપક્વતા (૫૦ ટકા ફૂલ આવવાના દિવસો ૪૫-૫૦)

વાવણી પછી ૯૦ અને ૧૨૦ દિવસો મહત્તમ  જીંડવા ખુલી જાય અને વીણી લાયક થાય તેવી જાત 

મધ્યમથી મોટા કદના જીંડવા પ્રકાશનો વધુ કાર્યક્ષમ ઉપયોગ સૂર્યપ્રકાશનો અસરકારક/કાર્યક્ષમ ઉપયોગ કરી શકે તેવા છોડ વધુ ઉત્પાદન આપી શકે.