ટૂઆ પડેલ અને ખરી પડેલ ફળોને નિયમિત એકત્ર કરી જમીનમાં ખાડો કરી દાટી દેવા અને કીટનાશકોનો છંટકાવ કરવો.
વાડીમાં ક્યૂલ્યૂરયુકત ટ્રેપ હેક્ટર દીઠ ૧૬ લેખે મૂકવા.
ફળમાખીને આકર્ષી નાશ કરવા, ફૂલ આવ્યા બાદ વિષપ્રલોભિકાનો ઉપયોગ કરવો. વિષપ્રલોભિકા બનાવવા માટે આગલા દિવસે ૭૦૦ ગ્રામ ગોળ ૧૫ લિટર પાણીમાં ઓગાળવો.
બીજે દિવસે આ ગોળવાળા પાણીમાં મેલાથીયોન ૫૦ ઈસી ૧૫ મિ.લિ. ભેળવીને મોટા ફોરા પડે તે રીતે ૧૦ X ૧૦ મીટરના અંતરે સાવરણીની મદદથી મોટા ફોરે છંટકાવ કરવો.
Social Plugin