આ જીવાતના ઉપદ્રવનો શરુઆતથી જ ખ્યાલ આવી જાય તો ઝાડના થડમાં જે જગ્યાએ નુક્સાન જોવા મળે તે જગ્યાએથી થડને સાફ કરી શક્ચ હોય તેટલી ઈયળો (સફેદ મૂંડા) બહાર કાઢી આ કાણામાં ધૂમકરની ટીકડી મુકવી, ત્યારબાદ આ કાણાને ચીકણી માટીથી હવાચુસ્ત બંધ કરી દેવુ જેથી અંદર રહેલ પુક્ત કીટકો અને ઈયળો મૃત્યુ પામશે અને ઝાડને બચાવી શકાશે. * જીવાત થડમાં વધુ ઊંડાઈએ ન ગયેલ હોય તો નુક્સાનવાળો ભાગ સાફ કરી ૬ ઈંચના ડ્રિલ વડે ત્રાંસો હોલ કરી તેમાં ક્લોરપાયરીફોસ કે સાયપરમેથ્રીનના દ્રાવણનું ઈંજેક્શન આપવુ.
Social Plugin