સંશોધનના ઘણા પરિણામો દ્વારા સાબિત થયું છે, કે મેગેનીઝની પૂર્તિથી વાનસ્પતિક રોગો જેવા કે ધાન્યપાકોમાં ભૂકીછારો, જુવારમાં કુતુલ અને ઘઉંમાં મૂળના રોગોનું નિયંત્રણ થાય છે. જમીનનો ઊંચો આમ્લતા આંક મેગેનીઝની સુલભ્યતા ઘટાડે છે જેના કારણે મેંગેનીઝનું રાસાયણિક અને જૈવિક દહન થતાં મેગેનીઝ ઓક્સાઈડના સ્થિરીકરણમાં વધારો થાય છે  અને સુલભ્યતામાં ઘટાડો કરે છે. ચૂનખડ જમીનમાં ૯૦-૯૫% પૂર્તિ કરેલ મેંગેનીઝનું એક જ અઠવાડિયામાં સ્થિરીકરણ થઇ જાય છે. બટાટા જેવા પાક કે જેને પોષવાહની વધારે જરૂરિયાત હોય છે પણ મેગેનીઝની સુલભ્યતા ઓછી હોવાને કારણે બટાટાના પાકની તત્વની જરૂરિયાત પૂરી થતી નથી. આથી બટાટાના પાકમાં મેગેનીઝની પૂર્તિ, ભલામણ કરતાં વધારે જથ્થામાં આપવામાં આવે છે