બટાટાના વાવેતર બાદ ૩૫-૪૦ દિવસે પ્રથમ છંટકાવ ક્લોરોથેલોનીલ ૭૫ વે.પા. ૦.૨% (૪૫ ગ્રામ/૧૫ લિટર પાણી)નો કરવો અને રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ ૧૦ થી ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ પ ઈ.સી. (૧૦ મિ.લી./૧૫ લિટર પાણી) અને ત્રીજો છંટકાવ ૧૦ થી ૧૫ દિવસ બાદ ફરીથી ક્લોરોથેલોનીલ ૭૫ વે.પા. ૦.૨%(૪પ ગ્રામ/૧૫ લિટર પાણી) પ્રમાણે કરવાથી આગોતરા સૂકારાનું ઘણું સારું નિયંત્રણ મળે છે. હવામાન વધારે વાદળછાયુ કે કમોસમી માવઠા જેવું હોય ત્યારે ખાસ છંટકાવ કરવો.
Social Plugin