રોગની શરૂઆત થયેથી  એઝોક્ઝિસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૪૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા. પાક ૪૦ દિવસનો થાય એટલે મેક્રોઝેબ (75  ગ્રામ/ 15 લિટર) અથવા ડાયફેનાકોનાઝોલ રપ ઈસી (15 મિ.લી./૧૫ લિટર) ના છંટકાવ કરવા. જીરૂના પાકને પ સેમી ઊંડાઈના ફક્ત બે-ત્રણ પિયત આપવાથી પાકમાં ચરમી રોગની તીવ્રતા ઓછી રહે છે.