ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નીયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. * નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય છે. * જ્યાં શક્ચ હોય ત્યાં દાડમની વાડીને માછલી પકડવાની નાના ખાનાવાળી જાળી ઢાંકવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય. બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.* વધુ ઉપદ્રવ હોય તો સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.