બદામ એ સૂકા મેવાનો રાજા કહેવાય છે. સૂકા મેવામાં તે સૌથી વધુ પૌષ્ટિક, ગુણકારી અને સર્વોત્તમ છે. મગજશક્તિ, દેહશક્તિ અને પુષ્ટિ વધારનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે હજારો વર્ષોથી ભારતમાં તે પ્રચલિત છે. આર્યુવેદના મતે બદામ સ્વાદે મધુર, સ્નિગ્ધ, પચવામાં ભારે, ઉષ્ણવીર્ય, મધુર વિપાકી, વાતદોષનાશક, કફ, પિત્ત તથા પુષ્ટિવર્ધક, ભૂખવર્ધક, શરીરમાં સ્તિગ્ધતાવર્ધક, વાયુની સવળી ગતિ કરનાર, હળવો જુલાબ કરનાર, વિકૃત કફને બહાર કાઢનાર, પેશાબ સાફ લાવનાર, વીર્ય જન્માવનાર, બળ અને પુષ્ટિ વધારનાર, વાજીકર્તા, ધાવણ વર્ધક, આર્તવ જન્માવનાર, મગજની નબળાઈ, નાડીઓની નબળાઈ, અગ્તિમંદતા, પેટનો વાયુ, જૂની કબજીયાત, વાયુની સૂકી ખાંસી, મૂત્રકર્ષ્ટ, શ્વેતપ્રદર અને પીડાયુક્ત માસિકસ્રાવના દર્દોમાં લાભપ્રદ છે. યુનાની મતે બદામ સમશીતોષ્ણ છે. તે શરીરમાં નવુ લોહી અને વીર્ય ઉત્પશ્ન કરે છે અને જૂના રક્ત-વીર્યને સાફ કરે છે. આયુર્વેદના એક પ્રાચીન ગ્રંથમાં જણાવ્યા મુજબ બદામ વ્યક્તિને દીર્ધાયુષ્ય બક્ષે છે. ૬ર શિયાળામાં વ્યક્તિ જો નિયમિત ૪ થી પ બદામ ખૂબ ચાવીને ખાય, મહિનામાં ૧૫-૧૫ દિવસના અંતરે બે ઉપવાસ કરે અને શિયાળામાં બ્રહ્મચર્ય પાળે તેમજ દારૂના સેવનથી દૂર રહે તો તે વ્યક્તિ સવા સો વર્ષથી વધુ જીવે છે. તેમાં રહેલ વિટામિન ઈ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, તેમજ ચરબીમાં દ્રાવ્ય વિટામિન હોઈ શરીરમાં સારી રીતે મળે છે. અંદાજે અડધો પ્યાલો બદામનો આહારમાં ઉપયોગ કરતાં આપણા શરીર માટે ભલામણ કરેલ વિટામિન ઈનો ૧૦૦ ટકા જથ્થો પૂરો પાડે છે