કીવી એ પરદેશી ફળ છે, જે પૂર્વ એશિયાના ચીન અતે તાઈવાનનું વતની છે. તે “ચાઈનીઝ ગુઝબેરી' તરીકે પણ ઓળખાય છે. તેની વેપારી ધોરણે ન્યૂઝીલેન્ડ અને અમેરિકાના કેલિફોર્નિયા વિસ્તારમાં ખેતી થાય છે. તેની જાતોમાં ગોલ્ડન કીવી, ચાઈનીઝ એગ ગુઝબેરી, સિલ્વર વાઈન, પર્પલ કીવી અને કોલ્ડ હાર્ડીનો સમાવેશ થાય છે. પપૈયાની માફક કીવી પણ કુદરતી રીતે ફોલેટ, પોટેશિયમ, વિટામિન કે અને સી જેવા જરૂરી પોષકતત્વો ધરાવે છે. તેના કાચા ફળોમાં ઊંચા પ્રમાણમાં વિટામિન સી અને કે રહેલું છે. તેમાં રહેલ વિટામિન સી શ્વેતકણોને ચેપ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.જયારે તેમાં રહેલ અન્ય પોષકતત્વો શરીરની ક્રિયાઓને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.