૧. સૂર્યમુખીના પાકની ઋતુ અમર્યાદિત હોવાથી આખા વર્ષ દરમ્યાન ગમે ત્યારે વાવી શકાય છે.

૨. ટૂંકાગાળાનો પાક હોવાથી આંતરપાક કે મિશ્ર પાક તરીકે ફીટ થઈ શકે છે.

૩. મગફળીના મોડા વાવેતરથી ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે તે વખતે સૂર્યમુખીનો પાક આંતરપાક તરીકે વાવવાથી ફાયદો થાય છે. 

૪. તેલીબીયા પાકોમાં સૂર્યમુખીમાં રહેલા તેલના પ્રમાણને લીધે તેમજ ટૂંકાગાળાનો પાક હોવાથી આ પાકનું પ્રતિદિન તેલનું વધુ ઉત્પાદન મળે છે.