જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી પરિસ્થિતીમાં પિયત આપવાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. છોડ ઉપર ફૂલભમરી અને જીંડવાઓ બેઠા હોય ત્યારે તેમજ પાણી અને પોષક તત્વોની અછત હોય ત્યારે ટૂંકા ગાળે પિયત આપી ભેજની અછત ટાળવી તથા છંટકાવ માટેનું ૧૯-૧૯-૧૯ ખાતર ૧૫૦ ગ્રામ + માઈક્રોમિક્સ્ચર

ગ્રેડ-૪ રપ ગ્રામ એક પંપમાં નાખી ૧૦ દિવસ ના અંતરે ૩ છંટકાવ કરવા. પોટેશિયમ નાઈટ્રેટ ર% નું દ્રાવણ છાંટવાથી અથવા યુરીયાનું ૧% નું દ્રાવણ છોડના થડ ફરતે રેડવાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે.

કોબાલ્ટ ક્લોરાઇડ ૧ ગ્રામ, ૧૦૦ લિટર પાણીમાં નાખી સૂકારો દેખાતા તાત્કાલીક છંટકાવ કરવો.