વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી. ઝાડની આજુ બાજુ ગોડ કરેલ ખામણામાં ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી જમીનમાં આપવી જેથી કોશેટામાંથી નિકળેલ ફળમાખી કીટનાશકના સંપર્કમાં આવતાં જ તેનો નાશ થશે.ફેરોમોન ટ્રેપ લગાડવા.