ખરી ગયેલ પાન તથા ફળો વીણી તેનો નાશ કરવો તેમજ સૂકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી. 

ઝાડની ફરતે તથા લાકડાના ટેકા ઉપર જમીનથી એક ફૂટની ઊંચાઈએ પોલિથિલિન સીટનો એક ફૂટ પહોળો પટ્ટો લગાવી તેની ઉપર તથા નીચેની ધારે ગ્રીસ લગાડવું.


ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૪૦ મિ.લી. અથવા ક્વિનાલફોસ રપ ઈસી ૩૦ મિ.લી. ૧૫ લિટર

પાણીમાં ભેળવી તેમાં ૧૦ ગ્રામ ડીટર્જન્ટ પાઉડર ઉમેરી છંટકાવ કરવો.