આંબાના ઝાડ ખૂબ જ મોટા થઈ ગયા હોય ત્યાં જરૂર મુજબની છટણી કરવી જેથી સૂર્યપ્રકાશ જમીન સુધી દાખલ થઈ શકે. આંબાવાડીયામાં પાણીના નિતારની પુરતી વ્યવસ્થા કરવી.  સુષુપ્ત અવસ્થામાં રહેલ પુષ્ટ કીટકોના નાશ માટે ઓક્ટોબર મહિનામાં ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી ઝાડના થડ તેમજ જાડી ડાળીઓ પર છંટકાવ કરવો. ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા લેમડાસાયહેલોશ્રીન પ ઇસી ૮ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ રપ ડબલ્યૂજી ૩ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.