- જો પ મીટર બાય ૫ મીટરના અંતરે વાવેતર કરવામાંઆવે તો, આ જાતમાં ૬ વર્ષના છોડ દ્વારા ૩૫.૮૫કિ.ગ્રા એટલે કે હેક્ટર દીઠ ૧૪.૩૪ ટન ફળનું ઉત્પાદન મળે છે. જે લાલ માવાવાળી જાત લલિત ,અને સફેદ માવાવાળી જાત ધોળકા કરતાં વધુ છે. આ જાતના ઝાડ ઘટાદાર, મધ્યમ કદના અને ફેલાતી ડાળીઓ વાળા હોય છે.ફળ લંબગોળ આકારના અને મધ્યમ કદના હોયછે. પાકવાના સમયે ફળની છાલ આછી લીલા થી પીળા રંગની હોય છે. ફળનો માવો ગુલાબીથી લાલ રંગનો હોય છે.