આવું અનુમાન પ્રાચીન સમયમાં ઉજ્જૈનમાં વસતા આચાર્ય વરાહ મીહિરે ધરતી પર કુદરતી રૌતે ઉગેલી વનસ્પતિઓ, ઉભેલા વૃક્ષો, વૃક્ષો પર વસતા પક્ષીઓ, જમીન પર બાજેલા રાફડા, જમીનમાં વસતા જીણાં જીવો વગેરે પરના જીણવટ પૂર્વકના અભ્યાસ પછી પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલા જળસ્ત્રોતના આઘારભૂત સંકેતો સુચવતી જે વિગતો મેળવી હતી તે તેમના “બૃહદ સંહિતા” નામના ગ્રંથમાં આલેખી છે. જે ભૂતળમાંથી પાણી શોધનારા રસિકો માટૅ બહુ ઉપયોગી સાબિત થઈ છે. એમાં જમીનનો પ્રકાર, રંગ, દળ, ઢોળાવ અને એ વિસ્તારમાં વરસતા વરસાદનું પ્રમાણ, સ્થળની દરિયાઈ સપાટીથી ઉંચાઈ જેવી અનેક બાબતોનો ખ્યાલપણ કરાયો છે.