પાણી પ્રાપ્તનું મુખ્ય સ્ત્રોત વરસાદ છે. પર્યાવરણ અને પરિસ્થિતિ મુજબ જે તે સ્થળે ઓછો-વધુ, વધુ-ઓછો જે કંઈ વરસાદ વરસે છે તે પાણી જમીન સપાટી પર રેલાતા પૂર્વે અમુક જથ્થો વૃક્ષો- વનસ્પતિનાં મૂળિયાં દ્વારા, જમીન પર પડેલી તિરાડો કે ફાટો દ્વારા, રાફડાઓ જેવી છિદ્રાળુ જગ્યાઓ દ્વારા નીચે ઉતરી જાય છે. ઉપરાંત ધરતીકંપ જેવા અકસ્માતોથી તૂટી પડેલી સપાટીઓથી સર્જાયેલા પથ્થરોના પોલાણોમાં ઉતરી જઈ ઉંડાણમાં “સરવાણી” રૂપે વહેતુ થાય છે.