દુનિયામાં લીંબુનો ઉપયોગ સવધિક પ્રમાણમાં  થાય છે, કારણ કે, તે સર્વ સ્થળે સરળતાથી પ્રાપ્ત થાય તેવું સસ્તુ અને ઉત્તમ ફળ છે. તેનો શાકભાજી, દાળ-શાક, ઠંડા શરબતો, અથાણાઓ અને અનેક ખાદ્યચીજોની બનાવટમાં ઉપયોગ થાય છે. “રોજના એક લીંબુ વાપરનારને ડૉકટરની જરૂર ન પડે' તેવી કહેવત પ્રચલિત છે. આધુનિક વિજ્ઞાનના મતાનુસાર લીંબુ રૂચિકર, પાચનકર્તા, ભૂખવર્ધક, મૂત્ર ઉત્પશ્નકર્તા, તાવનાશક, રક્ત-પિત્તનાશક, રક્તપૌષ્ટિક તથા વાયુનું શમન કરનાર છે. લીંબુમાંથી વિટામિન સી તથા બી ઉપરાંત પોટેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ, તાંબુ અને કલોરીન તત્વો મળે છે. ૧૦૦ ગ્રામ લીંબુમાં અંદાજે ર૬ થી ૬૩ મિ.ગ્રા. વિટામિન સી હોય છે. શરીરના લોહીમાંથી ઉત્પન્ન અમ્લતાના વિષનો લીંબુ નાશ કરે છે. તેના સેવનથી શરીરની સુસ્તી દૂર થાય છે અને શરીરમાં સ્ફર્તિ પ્રગટે છે.