🍀 આ રોગ ધરૂવાડીયામાં આવે જ નહી તે માટે સેન્દ્રિય ખાતરો જેવા કે છાણિયુ ખાતર, દિવેલીનો ખોળ વગેરે જમીનમાં અવશ્ય નાખવા જેથી જમીનની ભેજ સંગ્રાહક શકિત વધે. 

🍀 ધરૂવાડીયામાં પાણીનું સમતોલ ભરણ રહે તેવી વ્યવસ્થા કરવી. આખા ધરૂવાડીયામાં એક સરખો ભેજ જળવાઈ રહે તે માટે યોગ્ય પિયત અને નિતાર વ્યવસ્થા ગોઠવવી. 

🍀 રોગ જણાય ત્યારે ધરૂવાડીયામાં ઉપરા ઉપરી બે ત્રણ વખત પાણી ભરીને ખાલી કરવાથી ક્ષારો ધોવાઈ જાય છે. 

🍀 પાણી ભરવાની પૂરતી સગવડ ન હોય તો ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકણી)  + ર૦ ગ્રામ ચૂનાનુ મિશ્ર દ્રાવણ બનાવી ધરૂવાડિયામાં પાન ઉપર છંટકાવ કરવો ત્યારબાદ જરૂર જણાય તો એક વખત ગૂંઠા દીઠ પ૦૦ ગ્રામ નાઈટ્રોજનનો વધારાનો હપ્તો એમોનિયમ સલ્ફેટ ખાતરના રૂપમાં આપવો.