બાજરાની નીંધલ અવસ્થા પહેલાં ૬ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટરે ગોઠવી આકર્ષાયેલા નર ફૂદાનો નાશ કરવો.

આ જીવાતનું કુદરતમાં પક્ષીઓથી ભક્ષણ થતાં વસ્તી કાબૂમાં રહેતી હોય છે. 

ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને શક્ય હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો. 

ઉપદ્રવની શરૂઆતમાં  લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બ્યૂવેરિયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસ (વે.ગ્રે.) (ર% ૧૦/ સીએફ્યુ/ગ્રામ) ૩૦ ગ્રામ અથવા એચએનપીવી ૪૫૦ એલઈ ૧૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 

આ જીવાતોનો ઉપદ્રવ વધતો જણાય ત્યારે ફેનવાલરેટ ર૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૫ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૫ (મિ.લિ. અથવા ડેલ્ટામેશ્રીન ૨.૮ ઇસી ૧૫ મિ.લિ. એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન પ ઇસી ૭ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.