મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ જોવા મળે છે. આ ગંડિકામાં રાઈઝોબીયમ નામના જીવાણું જોવા મળે છે. ગંડિકામાં રહીને તેઓ હવામાંથી જમીનમાં આવતા નાઈટ્રોજન વાયુને નત્રલ પદાર્થમાં ફેરવીને મૂળને આપે છે. આમ મૂળ નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. આથી જમીનની ફળઠ્ઠુપતા પણ વધે છે.અમરવેંલ, ગળોનીવેલ જેવી પરોપજીવી વનસ્પતિના મૂળ કે શીંગોડા જેવી પાણીમાં ઉગતી વનસ્પતિના મૂળ, કેવડાના બહારથી દેખાતા મૂળ કે લસણ ડુંગળીના આછા તંતુમૂળ જેવી અનેક વનસ્પતિના મૂળનું બારીકાઈથી નિરીક્ષણ કરવા જેવું છે. અત્યાર સુ આપણે જમીનની ઉપર રહેલા છોડ કે વૃક્ષના ભાગોને જોતા હતા પરંતુ ક્યારેક મૂળ અને તેના ભાગોને નિરખવા જેવા છે. અભ્યાસ કરવા જેવો છે. મૂળને રોગ વગરના સ્વસ્થ રાખવા જેવા છે તો જ હવામાં લહેરાતો છોડ સમૃધ્ધિનો ઉજાસ દેખાડશે

https://krushivigyan.com/2024/11/uriafectory/