ગાય પ્લાસ્ટિક ખાય જાય
ભગવાન બહુ દયાળુ છે. ગાય – ભેંશ જેવા ઢોરના પેટમાં કુદરતે એવી કરામત કરેલી હોય છે કે તેના પેટમાં કુલ ચાર વિભાગ પાડ્યા છે. જેમાં ત્રીજો વિભાગ છે ફીલ્ટરેશન માટેનો. એમાં એવી ગળણી ગોઠવેલી હોય છે એટલે ખીલી, કાંકરા, ચામડા કે પ્લાસ્ટિકના અવશેષો તેના પેટના ચોથા વિભાગમાં પ્રવેશી નુકશાન ન કરી શકે. એટલે આવું બધું પશુના ત્રીજા પેટમાં જમા થતું રહે છે. આજે ચારાની વધતી જતી મોંઘાઇના હિસાબે કેટલાય માલ-ઢોર શહેરોમાં કે ગામડાંઓમાં રખડી-ભીખી પેટ ભરતા હોય છે. તે બધા આવા પ્લાસ્ટિક કાગળો હોંશે હોંશે ખાઇ જતાં હોય છે. ગાયના પેટમાંથી 40-50 કીલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો નીકળે તે વાત કંઇ માન્યામાં આવે ખરી ? હા, માનવું પડે એવું છે.
https://krushivigyan.com/2024/11/%e0%aa%97%e0%aa%be%e0%aa%af-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%bf%e0%aa%95-%e0%aa%96%e0%aa%be%e0%aa%af-%e0%aa%9c%e0%aa%be%e0%aa%af-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%b6/
Social Plugin