ફ્ળદ્રુપ જમીનમાં આ પદ્ધતિ અપનાવવામાં આવે તો છોડની વાનસ્પતિક વૃધ્ધિ વધવાની તથા પાક મોડો પાકવાની શકયતાઓ રહે છે. આ સમસ્યાનું નિવારણ કરવા, યોગ્ય વૃધ્ધિ નિયંત્રકોનો છંટકાવ કરવો પડતો હોય છે.  પાકની શરૂઆતની અવસ્થાએ નિંદામણ નિયંત્રણ કરવું મુશ્કેલ રહે છે. આ માટે, યોગ્ય રાસાયણિક નિંદામણ નિયંત્રકોથી નિંદામણ વ્યસ્થાપન કરવું પડે છે.